મહેસાણા એસિડ એટેક કેસમાં આવ્યો ચુકાદો
Live TV
-
આરોપી હાર્દિક પ્રજાપતિને આજીવન કેદની સજા અને રૂ.1 લાખનો દંડ સેસન્શ કોર્ટે ફટકાર્યો.
સંવેદનશીલ મુદ્દાઓ પર ન્યાયપાલિકાની ત્વરિત કાર્યવાહીનો વધુ એક દાખલો મહેસાણા ખાતે જોવા મળ્યો હતો. મહેસાણાના નાગલપુર સ્થિત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીના એકતરફી પ્રેમમાં પડેલા હાર્દિક પ્રજાપતિ નામના યુવકે એસિડ ફેંકતાં ચહેરા સહિતના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સવા બે વર્ષ અગાઉ બનેલી આ ઘટનાનો કેસ ચાલતા બુધવારે અહીંની સેસન્શ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જોકે, પીડિતાને ચુકાદાથી સંતોષ છે અને ઝડપી ન્યાય આપવા બદલ ન્યાયતંત્ર પર વિશ્વાસ અને આભાર પ્રકટ કર્યો હતો. કેસ મહેસાણા મુખ્ય સેસન્શ જજ ડી.એ.જોષીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફરિયાદી, સાક્ષીઓ અને મેડિકલ સહિતના પુરાવાઓના આધારે તેમજ સરકારી વકીલ સંજય આર.પટેલની દલીલોને ધ્યાને રાખી હાર્દિક પ્રજાપતિને આજીવન કેદની સજા અને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ દંડની રકમ પીડિતાને ચુકવવા આદેશ પણ કર્યો હતો.
