સોમનાથ મંદિરનો 68મો સ્થાપના દીવસ ઊજવાયો
Live TV
-
વૈશાખ સુદ પાચમ ના દીવસે 1951 ના રોજ ભારત ના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદ ના વરદહસ્તે કરાય હતી પ્રાણ પ્રતીષ્ઠા. આજે વીષેશ મહાઆરતી મહાપુજા ધ્વજા રોહણ સાથે સરદાર વંદના કરવામાં આવી હતી.
વિશ્વભરના કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવનો આજે 68મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સોમનાથમાં ઊજવાયો હતો 1951ના વેશાખ શુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે સવારે 9.46 મીનીટે સોમનાથ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે એજ સમયે સોમનાથ ટ્રસ્ટ, સ્થાનીક, ભુદેવો સાથે યાત્રીકોએ ભગવાન સોમનાથની મહાપુજા અને આરતી કરી ધ્વજા અને પુજન ધ્વજા રોહણ કર્યું હતુ. બાદ સોમનાથ મંદીરના સ્વપ્ન દ્રશ્ટા એવા સરદાર પટેલ ને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ આજે દીવસ ભર સોમનાથમાં વિવિધ ધાર્મીક કાર્યક્રમોનો શ્રધ્ધાળુઓ લાભ લેશે.
