તાપી નદીને કાયમી પ્રદુષણથી મુક્ત કરવા રૂપિયા 900 કરોડનો પ્રોજેક્ટ
Live TV
-
સરથાણા ખાતે મુખ્યમંત્રીએ તાપી નદીના કિનારે જળકુંભી કાઢવાની કામગીરીને નિહાળી હતી
ગુજરાતની તરસી ધરતીને તૃપ્ત કરવાનું જનઅભિયાન ગુજરાતના ધરતીપુત્રોએ ઉપાડ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તાપી નદીને કાયમી પ્રદુષણથી મુક્ત કરવા રૂપિયા 900 કરોડનો પ્રોજેક્ટ રાજય સરકારે મંજૂર કર્યો છે.સુરત શહેરના સરથાણા ખાતે મુખ્યમંત્રીએ તાપી નદીના કિનારે જળકુંભી કાઢવાની કામગીરીને નિહાળી હતી. તેમણે જણાવ્યું કે, ભૂતકાળ બની ચૂકેલી કલકલ વહેતી 32 નદીઓને પુનઃજીવીત કરી ભાવિ પેઢીને દુષ્કાળના ઓછાયાથી મુક્ત કરવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. શહેરમાંથી પસાર થતી નદીઓનું પ્રદૂષણ અટકાવવાના અભિયાન અંતર્ગત અનેક નદીઓની સફાઇ થઇ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ પણ જળઅભિયાનમાં 18000 મેટ્રીક ટન જળકુંભી કાઢવાનું ઉમદા કાર્ય કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. દુષ્કાળને ભૂતકાળ બનાવી પાણીના ટીપેટીપાનો સંગ્રહ થાય તે માટે ગુજરાતે જળસંચય અભિયાન થકી સમગ્ર ભારતને દિશાનિર્દેશ આપવાનું કાર્ય કર્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ તકે સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં સુરતના દાતાઓ તરફથી રૂ.88.53 લાખના ચેકો મુખ્યમંત્રીને અર્પણ કરાયા હતા
