દક્ષિણ ગુજરાતના એક ખેડૂતે એક વિઘામાં બ્લેક રાઈસનુ વાવેતર કર્યું
Live TV
-
દક્ષિણ ગુજરાતના ખેડૂતો અલગ અલગ પ્રકારના ડાંગરની ખેતી કરતા આવ્યા છે. ત્યારે મૂળ તાપી જિલ્લામાં રહેતા અને મહુવાના અંતરિયાળ ગામે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂત યુજીસ દરબાર નામ ના ખેડૂતે આ વખતે એક વિઘામાં બ્લેક રાઈસનું બિયારણ છત્તીસગઢથી લાવી રોપણ કર્યું. તેમાં મહદઅંશે સફળતા મળી છે, જોકે આ બ્લેક રાઈસનો ઉતાર અન્ય ડાંગર કરતા ઓછો આવે છે, પણ આ બ્લેક રાઈસ બજારમાં 400 રૂપિયે કિલો છૂટક વહેંચાય છે. જેને પગલે ખેડૂતને સારી આવક મળી રહે છે તો બીજી તરફ ગંભીર બીમારી ઓ જેવી કે કેન્સર , ડાયાબીટીસ, બ્લડપ્રેશરના દર્દીઓ માટે અત્યંત લાભદાયક હોવાનું પણ માનવામાં આવે છે. બ્લેક રાઈસ માં મહદ અંશે ઓક્સિજન નું પ્રમાણ , વિટામીન ડી, કેલ્શિયમ અને ફાયબર ની માત્રા થી ભરપૂર હોવાને લઈ સ્વાસ્થ્ય માટે અતિ પૌષ્ટિક હોવાનું મનાય છે.
