પંચમહાલના કાલોલના ગ્રામ્ય વિસ્તારમાં 17 હજાર રોપાનું વાવેતર
Live TV
-
પંચમહાલ જિલ્લા વનવિભાગ દ્વારા કાલોલ તાલુકાના પૂર્વ વિભાગના વિવિધ ગામોના 20 હેક્ટર વિસ્તારમાં 17 હજાર રોપાનું વાવેતર તેમજ 6 જેટલી ખેત તલાવડી બનાવાઈ છે.જમીનમાં પાણીનું સ્તર ઉંચુ લાવી પિયતની વધુ સારી સવલત ઉભી કરવાના હેતુથી વનવિભાગ દ્વારા કેમ્પ હેઠળ ૩૦ લાખથી વધુના ખર્ચે 6 જેટલી પર્કોલેશન ટેન્કનું નિર્માણ કરાયું છે. આ ખેત તલાવડીઓનું નિર્માણ એ પ્રકારે કરાયું છે કે એક તલાવડી પાણીથી પૂર્ણ રીતે ભરાય ત્યારે પાણી બીજા નંબરની તલાવડીમાં જાય છે. આ તલાવડીઓના નિર્માણથી 1 કરોડ 68 લાખ લિટરથી વધુ પાણીનો સંગ્રહ કરી શકાયો છે. જેથી આસપાસના વિસ્તારના ખેડૂતો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત, કેમ્પ યોજના હેઠળ આ વિસ્તારમાં 17,160 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ વૃક્ષોમાં કરંજ, સાગ, વાંસ, બિઓ, જાંબુ, રાયણ સહિતના ફળ આપતા, ઈમારતી લાકડું આપતા વૃક્ષોનો ઉછેર કરાઈ રહ્યો છે.
