Skip to main content
Settings Settings for Dark

બહુચરાજીમાં માતાજીની શાહી સવારી આ વર્ષે નીકળશે નહિ

Live TV

X
  • કોરોના મહામારીને કારણે શક્તિપીઠ બહુચરાજી ખાતે માતાજીની શાહી સવારી આ વર્ષે નીકળી શકી ન હતી. સરકારની ગાઇડ લાઇન મુજબ અને ભક્તોની ભીડને લઇ મંદિરના સંચાલકોએ આ વખતે માતાજીની શાહી સવારી નગરમાં નહિ ફેરવા નિર્ણય કર્યો હતો. ઇતિહાસમાં આ પહેલી વખત બન્યુ છે, કે માતાજીની શાહી સવારી નગરમાં નહિ ફરી અને નિજ મંદિરમાં જ હાર પહેરાવી પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. નવરાત્રી- દશેરા તહેવાર દરમ્યાન બહુચર માતાની વિશેષ રૂપે પૂજા- અર્ચના કરવામાં આવતી હોય છે. અને માતાજીના ભક્ત મનાજી રાવ ગાયકવાડે ભેટ આપેલ, મૂલ્યવાન નવલખો હાર પહેરાવીને માતાજીની નગરમાં શાહી સવારી નિકળતી હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે પરંપરા તૂટતી જોવા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply