દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જનજીવન પર અસર
Live TV
-
નવસારી જિલ્લામાં ઉપરવાસના વરસાદના પગલે અંબિકા નદી બે કાંઠે વહી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લીધે જનજીવન પર અસર પડી હતી. નવસારી જિલ્લામાં ઉપરવાસના વરસાદના પગલે અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે ત્યારે હાલમાં ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર અંબિકા નદી 22 ફૂટની સપાટી પર વહી રહી છે. આ સાથે ડાંગમાં પણ સવારે છ વાગ્યા સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં વઘઈ તાલુકામાં એક હજાર 18 મિલિટર જેટલો વરસાદ નોંધાયો છે. તો વલસાડ જિલ્લામાં પણ ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદના સમાચાર મળેલ છે. બોટાદથી મળતી માહિતી મુજબ ઢસા પંથકમાં પણ જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો.
