રથયાત્રાની આગોતરી તૈયારીના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બેઠક યોજી
Live TV
-
ત્યારબાદ જગન્નાથ મંદિરની મુલાકાત લઇને મહંત દિલીપદાસજીના આશિર્વાદ લઇને ,22 કિ.મી.ના રથયાત્રાના, સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
રથયાત્રાનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે, રથયાત્રાની સુરક્ષાને લઇને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ક્રાઇમ બ્રાંન્ચમાં એક ઉચ્ચસ્તરીય, બેઠક યોજી હતી. બેઠકમાં રથયાત્રાની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ તેમજ તમામ આઇએએસ ઓફીસરો તથા AMC કમિશ્નર મુકેશકુમાર સહિત અધિકારીઓ ,ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જગન્નાથ મંદિરની મુલાકાત લઇને મહંત દિલીપદાસજીના આશિર્વાદ લઇને ,22 કિ.મી.ના રથયાત્રાના, સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. એએમસીના કંટ્રોલરૂમમાંથી સમગ્ર રૂટનું , CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે.
મોડાસામાં પણ રથયાત્રાની તૈયારી અંગે બેઠક યોજાઈઃ
મોડાસા ખાતે આગામી અષાઢી બીજાના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાની તૈયારી અને સુરક્ષા સહિતના મુદ્દે વિગતે ચર્ચા કરી હતી. રથયાત્રા દરમિયાન મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટે છે.એવામાં જેને જોતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે તાકીદે કયા પગલાં લેવા તે અંગે આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોના મંતવ્યો લેવાયા હતા. રેન્જ I.G. મયુરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા સમિતિના સભ્યો સહિત નગરપાલિકાના હોદ્દેદારો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
