દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, મધુવન ડેમમાં પાણીની આવક તો દમણગંગા બે કાંઠે
Live TV
-
દરમિયાન સંઘ પ્રદેશ સેલવાસમાં પડી રહેલા ભારે વરસાદે ગઈ કાલ સાંજ પછી વિરામ લીધો છે રવિવારે સાંજ ના 4 વાગ્યાથી આજે સવારે 7 વાગ્યા સુધીમાં 20 મીલીમીટર વરસાદ પડ્યો છે. મધુબનડેમમાં પણ પાણીની આવક વધી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 20 જિલ્લાના 68 તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 236 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે વાપી 131, કપરાડા 111, નવસારીના ખેરગામમાં 108 મી.મી., પારડી 77 મી.મી., ધરમપુર 67 તેમજ ચીખલી અને વલસાડમાં 55-55 મીમી વરસાદ નોંધાયો હતો.
અત્યારે 25,391 ક્યુસેક પાણીની આવક સામે 25 હજાર 595 ક્યુસેક પાણી દમણગંગામાં છોડાઈ રહ્યું છે. દમણગંગાનું જળસ્તર ઘટતા કામચલાઉ ધોરણે બંધ કરેલો પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
