દલાલ સ્ટ્રીટ કોમર્શિયલ કો.ઓપરેટીવ સોસાયટીના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીને હાઇટેક ગ્લોબલ ફાઈનાન્સીયલ સર્વિસીસના હબ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીને હાઇટેક ગ્લોબલ ફાઈનાન્સીયલ સર્વિસીસના હબ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી છે. ગઇકાલે ગિફ્ટસિટી ખાતે દલાલ સ્ટ્રીટ કોમર્શિયલ કો.ઓપરેટીવ સોસાયટીના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, હિન્દુસ્તાનનો સમગ્ર ઇન્ટરનેશનલ ફાઈનાન્સ બિઝનેસ ગાંધીનગરથી દિવસરાત ધમધમતો રહે તેવી પ્રધાનમંત્રીની કલ્પનાને આપણે સાકાર કરવી છે તેમણે ઉમેર્યું હતું કે, હોંગકોંગ - સિંગાપોર-દૂબઇને બદલે કેપિટલ - કોમોડીટી માર્કેટનો કારોબાર ગિફ્ટ સિટીમાંથી કરીને વિશાળ રોજગાર સર્જન કરવું છે. મુખ્યમંત્રીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જના બ્રોકરો દ્વારા સ્થપાનારી સંસ્થાને સહકારીતા અને શેરબજારનો સમન્વય ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ગીફ્ટ સિટીમાં કારોબાર શરૂ કરનારી કંપનીઓને ગુજરાત સરકાર વિવિધ લાભ આપી રહી છે.