સૌરાષ્ટ્રના વાતાવણમાં પલટો : કાલાવડમાં માવઠું તો દ્વારકામાં વરસાદી માહોલ
Live TV
-
આણંદપર ગામમાં અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં એકા-એક પલટો આવતા ક્યાંક વરસાદ તો ક્યાંક વરસાદી માહોલ સર્જાયો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે તો કાલાવડના આણંદપર ગામે અડધા કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ઉનાળામાં વરસાદના લીધે ખેડુતોમાં ચિંતા વ્યાપી હતી. જેના લીધે પાકને પણ મોટી અસર થઇ હતી.
આ બાજુ દ્વારાકામાં પણ વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતા. આકાશમાં કાળા વાદળો જોવા મળ્યા. જિલ્લાના ખંભાળિયા નજીક કેશોદ ગામ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો.
વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભારે ચિંતા સતાવી રહી છે.