દલિત આંદોલન : શાંતિ જાળવવા ગુજરાત પોલિસની અપીલ
Live TV
-
ગુજરાત પોલિસે ટ્વીટ કરતા લખ્યું છે કે, જાહેર જાન-માલની જાળવનણી કરવી અને પોલિસને સાથ-સહકાર આપો. ગુજરાત પોલિસ દરેક નાગરિકની પડખે છે.
દેશસહિત રાજ્યભરમાં ચાલી રહેલા દિલત આંદલનને લઇને ગુજરાત પોલિસે નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ગુજરાત પોલિસે ટ્વીટ કરી લખ્યું છે કે, ભારત બંધના અનુસંધાને દરેક નાગરિકને નમ્ર અરજ છે કે, કાયદો હાથમાં લેવાનું ટાળે અને અફવાઓ ફેલાવવાથી દૂર રહે.
ગુજરાત પોલિસ વિભાગ સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને સતત પોતાનો સંદેશ પહોંચડી રહ્યું છે. આ સાથે જ કોઇપણ સંજોગોમાં ઇમરજન્સી 100 નંબર પર જાણ કરવા માટે પણ નાગરિકોને અપીલ કરી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક