ભારત સ્થિત ચીનના એમ્બેસેડરની મુખ્યમંત્રી સાથે મુલાકાત
Live TV
-
મુખ્યમંત્રીએ શ્રીયુત લુઓને આગામી વાયબ્રન્ટ સમિટ ર૦૧૯માં સહભાગી થવા નિમંત્રણ પાઠવ્યું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ભારત સ્થિત ચીનના એમ્બેસેડર શ્રીયુત લુઓ ઝાહોહુઇએ ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત કરી હતી. તેઓ ર૦૧૬માં ભારતમાં ચીનના એમ્બેસેડર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના બહુવિધ પ્રોજેકટસ સ્માર્ટ સિટી, SIR ધોલેરા, ગિફટ સિટી, DMIC, PCPIR વગેરેમાં વ્યાપક રોકાણની તકો-સંભાવનાઓ અંગે શ્રીયુત લુઓ ઝાહોહુઇને વિસ્તૃત જાણકારી આપી હતી. ચીનના એમ્બેસેડરે ગુજરાતમાં કાર્યરત ચાઇનીઝ કંપનીઓ-ઊદ્યોગ ગૃહોને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા પ્રોત્સાહક સહયોગ અંગે આભારની લાગણી દર્શાવી હતી. તેમણે મુખ્યમંત્રીને ચાયનાની મૂલાકાત લેવા માટેનું ભાવભર્યું આમંત્રણ આપ્યુ હતું. મુખ્યમંત્રીએ શ્રીયુત લુઓને આગામી વાયબ્રન્ટ સમિટ ર૦૧૯માં સહભાગી થવા નિમંત્રણ પાઠવ્યું હતું. ચીનના એમ્બેસેડરે આ નિમંત્રણનો સ્વીકાર કરતાં વાયબ્રન્ટ-ર૦૧૯માં ચાયનાનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન ભાગ લેશે તેમ જણાવ્યું હતું.આ મૂલાકાત વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રીમતી મમતા વર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.