દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં ભીષણ બ્લાસ્ટ, 8 કામદારોના મોત
Live TV
-
સતર્કતાના ભાગરૂપે આસપાસના ત્રણ ગામોને ખાલી કરાયા
ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 8 કામદારના મોત થયા છે. જ્યારે 74 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. જેને પગલે ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આગની ઘટનામાં 6 કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 2 દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે બાકીના તમામ ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જેમાં ઘણા કામદારોની હાલત ગંભીર છે. જેમની સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણ થતાં જ દહેજ ફાયર બ્રિગેડના 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ
પર કાબૂ મેળવ્યો હતો
