દહેજ ખાતે પોલીમર વેરહાઉસ કંપનીમાં ભીષણ આગ
Live TV
-
ભરૂચના દહેજ ખાતે આવેલ એક પોલીમર કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી.
ભરૂચના દહેજ ખાતે આવેલ એક પોલીમર કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આજે દહેજ ખાતે આવેલ ઓપાલ કંપનીના પોલીમર વેરહાઉસ આગ લાગી હતી. આગે બાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
10 થી વધુ ફાયરફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફેકટરી ઇન્સ્પેકટર પોતાની ટીમ સાથે દહેજ જવા માટે રવાના થયા છે. તેઓ મુલાકાત લીધા બાદ આગળના પગલાં લેશે.
