મોરબી-મળિયા હાઈવે પાસે અકસ્માત, 3ના મોત
Live TV
-
મોરબી - મળિયા હાઈવે પર આજે સવારે અકસ્માતની ઘટના બની હતી, જેમાં 3ના મોત થયા છે.
મોરબી - મળિયા હાઈવે પર આજે સવારે અકસ્માતની ઘટના બની હતી, જેમાં 3ના મોત થયા છે. મળિયા હાઈવે પર હરિપર પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ત્રણના મોત થયા છે.
કચ્છમાં લગ્ન પ્રસંગે મામેરૂ ભરી પરત ફરતાં પરિવારને હરીપર પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મૃત્યુ થયા હતા, જ્યારે એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં કુલ 3 લોકોના મોત થયા છે.
ઈજાગ્રસ્તોને મોરબી - રાજકોટની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. માહિતી મળતા મોરબી - મળિયા પંથકના સગા - સંબંધીઓ હોસ્પિટલે પહોંચી ગયા હતા. પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
