માજી ધારાસભ્ય નલિન કોટડિયાનો ખુલાસો, 'હું ક્યાંય ભાગ્યો નથી'
Live TV
-
છેલ્લા કેટલાય સમયથી માજી ધારાસભ્ય નલિન કોટડિયા ફરાર થયા હોવાનું જાણવા મળી રહ્યું હતું.
છેલ્લા કેટલાય સમયથી માજી ધારાસભ્ય નલિન કોટડિયા ફરાર થયા હોવાનું જાણવા મળી રહ્યું હતું. જો કે આ મામલે તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ ક્યાંય ગયા નથી.
બીટ કોઇન મામલે અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારાસભ્ય પર ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં માજી ધારાસભ્ય નલીન કોટડીયાએ જણાવ્યું, કે હું ક્યાંય ભાગ્યો નથી. મીડિયામાં ચાલતી અટકળો ખોટી છે.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બધા જ ખુલાસાઓ બહાર આવશે. તેમણે આ નિવેદન બિલ્ડર શૈલેષ ભટ્ટના આક્ષેપો બાદ આપ્યું હતું.
