Skip to main content
Settings Settings for Dark

દાનહ ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ ખાતે ગૃહમંત્રી રાજનાથ સિંહે વિકાસના કાર્યોનું કર્યુ લોકાર્પણ

Live TV

X
  • દાદરા નગર હવેલી દેશમા પર્યટન ક્ષેત્રે હિન્દુસ્તાનનું કેન્દ્ર બની શકે છે : રાજનાથસિંહ

    સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીની મુલાકાતે આવેલા ગૃહમંત્રી રાજનાથ સિંહ ૮૫ કરોડની વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યુ હતુ. આ પ્રસંગે દાદરા નગર હવેલી પ્રાકૃતિક સંપદાન૨ ભૂમિ છે અને પર્યટનક્ષેત્રે દેશનું કેન્દ્ર બની શકવાની ક્ષમતા ધરાવતુ હોવાનું અને ફિલ્મક્ષેત્રે અંહી ફિલ્મસીટી બનાવવા માટે ઉત્તમ સ્થાન હોવાનું જણાવ્યું હતું. દાનહ પ્રશાસન અને ભાજપ દ્વારા મોટી સંખ્યામા ઉપસ્થિત જનમેદની વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

    રાજનાથ સિંહે દાદરા નગર હવેલીમાં જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અનેક વિકાસના કાર્યો થઇ રહ્યા છે. ત્યારે દાદરા નગર હવેલી પણ આગામી દિવસમાં વિકાસની દોડમાં હરણફાળ ફરશે. દાદરા નગર હવેલીમાં કુદરતી સૌંદર્ય મનમોહી લે તેવુ છે. પર્યટન ક્ષેત્રે આ વિસ્તાર પ્રાકૃતિક સોંદર્ય લીલીછમ હરિયાળી દેશ વિદેશના પ્રયટકોના મન મોહી શકે છે. અંહીથી મુંબઇ નજીક છે ત્યારે મુંબઇના ફિલ્મ ઉદ્યોગ માટે પણ આ વિસ્તાર ફિલ્મસીટી બનાવવા માટેની તમામ જરૂરીયાત ઉપલબ્ધ કરી શકે છે. તેમજ ઔદ્યોગિક એકમોને કારણે આ વિસ્તારમાં રોજગારીની તકો વધે છે. ત્યારે આ વિસ્તારના વિદ્યાર્થીઓને મેડીકલ કોલેજ, એન્જીનિયરીંગ કોલેજ તેમજ યુનિવર્સીટી માટેની સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી.

    ગૃહમંત્રી રાજનાથ સિંહ હવાઇ માર્ગે દમણ અને ત્યાંથી સેલવાસના ચૌડા ખાતે હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા. અંહી દાનહ પ્રશાસન ભાજપના નેતાઓ કાર્યકરો દ્વારા ભવ્ય રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ચૌડા સભા મંડપ સ્થળે રાજનાથસિંહજીના હસ્તે ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ દાદરા અને નગર હવેલીમાં સ્પોર્ટ્સ કોમ્લેક્સનું તેમજ દાદરામાં બનેલા લેબર હાઉસિંગ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરાયુ હતું. જયારે ત્રણ જેટલા નવા વિકાસના કર્યો સીવરેજ સિસ્ટમ સેલવાસ આમલી પ્રોજેક્ટ ફેસ ટુ અને આમલી વોટર સપ્લાય સ્કીમ તેમજ કૌંચા દૂધની ને જોડાતા હાઈ લેવલ બ્રિજનું ખાતમુહર્ત કરાયુ હતું.

    ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ ઉપર ગૃહમંત્રી રાજનાથસિંહે સ્વાભિમાન યોજનાનો પણ દાદરા અને નગર હવેલીમાં પ્રારંભ કરાવ્યો હતો.

    તેમજ ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ઉજવલ્લા દિવસની ઉજવણીના ભાગ રૂપે ઉજ્વલ્લા યોજના અંતર્ગત વધુ 600 લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સેલવાસના અદ્યતન સુવિધાથી સજ્જ એવા અંદાજિત 6 કરોડ 95 લાખના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તેમજ દાદરામાં ઓઆઈડીસી દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત બનાવવામાં આવેલા લેબર હાઉસિંગ કોમ્લેક્સનું તેમજ અન્ય ત્રણ જેટલી મહત્વની કહી શકાય એવા વિકાસના કાર્યોનુ ખાતમુહર્ત અંદાજિત રૂપિયા 15 કરોડ 59 લાખના ખર્ચે તૈયાર થનાર સીવરેજ સિસ્ટમ સેલવાસ આમલી પ્રોજકેટ (ફેસ ટુ ) અને અંદાજિત રૂપિયા 36 લાખના ખર્ચે તૈયાર થનાર આમલી વોટર સપ્લાય સ્કીમનું તેમજ દૂધની અને કૌંચા ગામ ને જોડાતા હાઈ લેવલ બ્રિજનું ખાતમુહર્ત દાનહના વિકાસને નવી દિશા આપશે તેવુ પોતાના પ્રવચનમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું.

    તો, સ્વાભિમાન યોજના અંતર્ગત સમતોલ અને પોષક આહાર આપવા માટે ગર્ભવતી મહિલા અને માતાઓ સ્કૂલે જતી કિશોર વયની 11 થી 14 વર્ષની કિશોરીઓ માટે આઈસીડીએસ કાર્યક્રમ અંતર ગર્ત દર માસે પોષ્ટીક આહાર પૂરો પાડવામાં આવશે. એક ઘર દીઠ 7.5 કિલો ચોખા તેલ સહીતના અનાજ કરિયાણુંની કીટ દર માસે અંદાજિત દાનહના 6000 પરિવારોને પૂરી પાંડવામાં આવશે. પોષણ આભીયાન અંતર્ગત આ યોજનાનો પ્રારંભ દાદરા અને નગર હવેલીમાં ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો

    કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સભા સ્થળે દાનહના પ્રશાસક પ્રફૂલ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ, સાસંદ નટુભા઼ઇ પટેલ, દાનહ ભાજપ અધ્યક્ષ, પાલિકા તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ ઔદ્યોગિક એકમના ઉદ્યોગપતિઓ દ્વારા દાનહની સંસ્કૃતિને ઉજાગર કરતા મોમેન્ટો ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજનાથસિંહના પહાડી અવાજમા તેમને સાંભળવા સેલવાસ, વલસાડ, દમણથી મોટી સંખ્યામાં લોકો, ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply