દાહોદને અગસ્ત ક્રાંતિ રાજધાની ટ્રેનનું સ્ટોપેજ મળતા નગરજનોમાં પ્રસરી આનંદની લાગણી
Live TV
-
દાહોદને અગસ્ત ક્રાંતિ રાજધાની ટ્રેનનું સ્ટોપેજ મળતા નગરજનોએ વ્યક્ત કર્યો આનંદ
દાહોદમાં અગસ્ત ક્રાંતિ રાજધાની ટ્રેનનું સ્ટોપેજ મળતા નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ સ્ટોપેજ મળતાં દિલ્હી જતાં વેપારીઓને સુગમતા પડશે.સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને અન્ય પદાધિકારીઓ સહિત કાર્યકરો અને જાહેરજનતા રેલવે સ્ટેશને ઉમટી પડ્યા હતા. શનિવારે નગરપાલિકા ચોકથી ભાજપના કાર્યકર્તાઓએ બાઇક રેલી યોજી હતી. જે સ્ટેશન પાસે વિવેકાનંદ ચોક ખાતે પુરી થઈ હતી. અહીંયાથી મહાનુભાવો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ચાલતા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અગસ્ત ક્રાંતિ ટ્રેનને સ્ટોપેજ મળતા તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. લાંબા અંતરની ટ્રેનને અહીં સ્ટોપેજ અપાતા નગરજનો વતી સાંસદો અને અન્યોનો પશુપાલનના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે આભાર માન્યો હતો.
