Skip to main content
Settings Settings for Dark

દિલ્હી ભારતીય લોક પ્રશાસન સંસ્થાના અધિકારીઓની ટીમ છોટાઉદેપુરના તેજગઢની મુલાકાતે

Live TV

X
  • કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. એનાથી માહિતગાર થવા માટે દિલ્હીની ભારતીય લોક પ્રશાસન સંસ્થાના અધિકારીઓની ટીમ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામની મુલાકાતે આવી હતી. ભારતીય લોકપ્રશાસન સંસ્થા, નવી દિલ્હીના 28 અધિકારીઓની ટીમ ૪૬મા એડવાન્સ પ્રોફેશનલ પ્રોગ્રામ અને પબ્લિક એડમિનીસ્ટ્રેશન અંતર્ગત ૨૦મી, જાન્યુઆરીથી ૨૬મી, જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજયની મુલાકાતે આવ્યા છે. મુલાકાત દરમિયાન  ટીમે આદિવાસી એકેડેમીમાં પબ્લીકેશન વિભાગ, મ્યુઝિયમ, લાયબ્રેરી સહિતના વિભાગોની કામગીરી બાબતે વિગતે જાણકારી મેળવી હતી. ભારતીય લોકપ્રશાસન સંસ્થાના ડાયરેક્ટ જનરલ સૂર્યકાન્ત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની સંસ્કૃતિ, આર્ટ, મ્યુઝીક જીવનશૈલીનું યોગ્ય જતન થાય એ માટે આદિવાસી એકેડેમી દ્વારા સરસ કામગીરી કરવામાં આવી છે. આદિવાસી એકેડેમી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું ડિજીટલાઇઝેશન થાય એ અત્યંત જરૂરી છે. અહીંના આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને સ્વર્ણિમ ભાવિનું ઘડતર કરે એ પણ એટલું જ જરૂરી છે એમ તેમણે જણાવ્યું હતું. દિલ્હીથી આવેલી આ મુલાકાત દરમિયાન ટીમ સાથે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, પ્રાંત અધિકારી કલ્પેશભાઇ ઉનડકટ સહિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply