પાટણમાં મહિલા આયોગ અધ્યક્ષા લીલાબેન અંકોલીયાની ઉપસ્થિતમાં નારી સંમેલન યોજાયું
Live TV
-
પાટણ જિલ્લામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા ઉપસ્થિત રહ્યાં હતા.નારી સંમેલનમાં જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપુતે રાજ્ય સરકાર દ્વારા જી.આઈ.ડી.સી.માં પડતર ભાવે મહિલાઓ માટે પ્લોટ ફળવણીની સરકારની યોજના અંગે મહિલાઓને માહિતી આપી હતી. તેમજ આ યોજના થકી આત્મનિર્ભર બનેલ મહિલાઓને બિરદાવી હતી. તો જિલ્લા વિકાસ અધિકારીએ સરકારની વિવિધ મહિલાલક્ષી યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં થયેલી કામગીરીની રૂપરેખા આપી હતી.તો લીલાબેન અંકોલીયાએ નારી અદાલતની સમજ, તેમજ વિવિધ મહિલા હેલ્પ લાઈન નંબર અંગે માહિતી આપી હતી. સાથે સાથે નન્હી પરી યોજનાની લાભાર્થી બહેનોને કીટ વિતરણ અને નિઃશુલ્ક પ્લોટના લાભાર્થીઓને પણ ઓર્ડર સોંપવામાં આવ્યા હતા.
