માર્ગ સલામતી સપ્તાહની ઊજવણી: અમદાવાદ ટ્રાફિક પોલીસ અને લાયન્સ કલબ દ્વારા યોજાયો સેમિનાર
Live TV
-
અમદાવાદમાં આજે ટાગોર હોલ ખાતે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને લાયન્સ કલબ દ્વારા સેમિનારનું આયોજન થયું હતું હાલ દેશમાં માર્ગ સલામતી સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીમાં કેવી રીતે સુધારો લાવી શકાય તે અંગે સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસના જવાનોને લોકો સાથે કેવી રીતે વર્તન કરવું ટ્રાફિકની સમસ્યા,નોઈસ પોલ્યુશન એર પોલ્યુશન તેમજ પોતાના સ્વાસ્થ્ય અંગે કેવી રીતે સજાગ રહેવું તે અંગે સેમિનારમાં વિવિધ વિષય નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું કોરોનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર ટ્રાફિકના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ લાયન્સ કલબ દ્વારા સતત નવ મહિના સુધી જરૂરિયાત જરૂરિયાત મંદ લોકોને જમવાનું તેમજ ચા પાણીની સુવિધા પૂરી પાડનાર લાયન્સ ક્લબના સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જોઇન્ટ કમિશનર પોલીસ મયંકસિંહ ચાવડા તેમજ લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
