ભુપેન્દ્રસિંહ ચુડાસમા: કેબિનેટમાં ચર્ચા કર્યા પછી 9 થી 11 ધોરણ માટે શાળા ખોલવાનો નિર્ણય લેવાશે
Live TV
-
રાજકોટમાં આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા છે. ત્યારે ફેડરેશન ઓફ અકેડેમીક એસોસિએશન ગુજરાતના હોદ્દેદારોએ તેમની સાથે મુલાકાત કરી હતી. જેમાં હોદ્દેદારોએ શાળા ખોલવા બાબતે રજૂઆત કરી હતી. ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડસમાએ નિવેદન આપતા કહ્યું કે હવે કોરોનાના એકલ દોકલ કેસ આવી રહ્યાં છે. જેથી કેબિનેટમાં ચર્ચા કર્યા પછી 9 થી 11 ધોરણ માટે શાળા ખોલવા માટે નિર્ણય લેવાશે. આ સાથે જ ખાનગી ક્લાસીસ શરૂ કરવા માટે પણ સંકેત આપ્યાં છે. કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે હવે કોરોનાના એકલ દોકલ કેસ સામે આવી રહ્યાં છે, રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ. જેથી ટૂંક સમયમાં જ શાળા ખોલવા માટેનો નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની શરૂઆત થઈ છે. પ્રથમ સપ્તાહમાં લાંબા વેકેશન બાદ પણ 35થી 40 ટકા હાજરી જોવા મળી છે.
