Skip to main content
Settings Settings for Dark

દિવાળી પહેલા કર્મચારીઓને રાજ્યસરકારની ભેંટ: ફિક્સ પે ના કર્મચારીઓના પગારમાં 30%નો કરાયો વધારો

Live TV

X
  • 61,560 કર્મચારીઓને 1 ઓક્ટોબરથી મળશે પગાર વધારાનો લાભ.

    ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી.  આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના, પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    જેનો અમલ 1 ઓક્ટોબર 2023થી કરવામાં આવશે. આ નિર્ણયથી વર્ગ-3ના 4,400 ગ્રેડ-પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે.

    વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અત્યાર સુધીમાં થયેલા MoUના 71% જમીન સ્તરે સફળ રહ્યા છે 

        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply