Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગો માટે ખાસ કરવામાં આવ્યું મહીસાગર જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન

Live TV

X
  • રમત-ગમત અને શારીરિક સૌષ્ઠવને પ્રાધાન્ય આપવા તેમજ શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં રમત-ગમતને મોખરે રાખવાની વાત પર પ્રધાનમંત્રી હંમેશા ભાર આપે છે. દરેક વિદ્યાર્થીએ તેના શૈક્ષણિક જીવનકાળ દરમિયાન કોઈને કોઈ પ્રકારની રમતોમાં સહભાગી બનવું જોઈએ. સામાન્ય વિધાર્થી સાથે દિવ્યાંગ વિધાર્થીઓને પણ સમકક્ષ દરજ્જો મળે અને અધિકારો મળે તે હેતુ તેમને પ્રોત્સાહિત કરવા મહીસાગર ખાતે ખાસ દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

    ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દિવ્યાંગો માટેનો સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ દિવ્યાંગો માટે મહીસાગર જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ  ખેલ મહાકુંભ રમતોત્સવ 29 એપ્રિલથી થશે શરૂ, આ ખેલ મહાકુંભમાં 1052 સ્પર્ધકોની થઈ છે નોંધણી. ઉનાળાને કારણે ખાસ આયોજન વહેલી સવારે અને મોડી સાંજે ખેલ મહાકુંભ યોજાશે.

    ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દિવ્યાંગો માટેનો સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ દિવ્યાંગો માટે મહીસાગર જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ રમોત્સવનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર, રમત ગમત અધિકારી, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ તેમજ એન.એ.બી. દાહોદ, પંચમહાલ, મહીસાગર શાખાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહીસાગર જિલ્લાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ 29 એપ્રિલથી વેદાન્ત કોલેજના કોલેજ ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે ઉનાળાને કારણે ખેલાડીઓ માટે વહેલી સવારે અને મોડી સાંજે ખેલ મહાકુંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply