Skip to main content
Settings Settings for Dark

દીવમાં 'ખેલ મહોત્સવ 2026નું ભવ્ય સમાપન: મહિલા ખેલાડીઓનું સન્માન

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા આયોજિત 'ખેલ મહોત્સવ 2026'નું આજે ભવ્ય સમાપન થયું હતું.

    આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક રમતવીરોને શ્રેષ્ઠ સુવિધાઓ અને તાલીમ આપીને દીવમાં સકારાત્મક રમતગમતનું વાતાવરણ ઊભું કરવાનો હતો.આ ખેલ મહોત્સવમાં ખાસ કરીને મહિલા ખેલાડીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કરાટે, તાઈકવૉન્ડો અને શૂટિંગ જેવી રમતોમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તાલીમ મેળવી હતી. આ તાલીમ માત્ર રમતગમત પૂરતી સીમિત ન રહેતા, તેમને વ્યવહારુ સ્વ-બચાવ કુશળતા પણ શીખવવામાં આવી હતી. જેનાથી મહિલા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સલામતી પ્રત્યેની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે.ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને સિવિલ જજ અમિત કોકાટેના હસ્તે ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply