દેવભૂમિઃCM વિજય રૂપાણી અને પત્ની અંજલિબહેન રૂપાણી સાથે કર્યા મંદિરમાં દર્શન
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારકાના પ્રવાસે છે.મુખ્યમંત્રીએ દ્વારકાના જગતમંદિર ખાતે ભગવાન દ્વારિકાધિશના દર્શન કરી ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન દર્શન કર્યા હતા.આ પૂજા અર્ચનામાં મુખ્યમંત્રીના પત્ની અંજલિબહેન રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.મુખ્યમંત્રીએ ગુજરાત ઝડપથી કોરોના મુક્ત થાય અને સૌના આરોગ્ય- સુખાકારી જળવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના કરી સાડા છ કરોડ ગુજરાતીઓ માટે આશીર્વાદ મેળવ્યા હતા.ભગવાન દ્વારકાધીશને ગુજરાત કોરોનામુકત બને, ખુબ સારો વરસાદ થાય અને આવનારા દિવસોમાં ગુજરાત ખુબ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના કરતા મુખ્યમંત્રી મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.મહત્વનુ છે કે બુધવારે મુખ્યમંત્રીએ દ્વારકાના શિવરાજપુર "Blue-Flag" બીચ તેમજ બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન તથા પૂજા અર્ચના કરી મંદિર ખાતે નવીન ધ્વજારોહણ કર્યું હતું. જગતમંદિરના પરિસરમાં મુખ્યમંત્રીને દ્વારકાધિશ મંદિર ટ્રસ્ટ તરફથી મુરલીભાઇ, મહેશભાઇ, શંભુભાઇ, કમલેશભાઇ, ખાખરીયાભાઇ, જયેશભાઇ, અભયભાઇ વગેરેએ આવકાર્યા હતા. તેમજ શારદાપીઠ ખાતે પુજારી અશ્વિનગુરૂ પુરોહિતે મુખ્યમંત્રીને ધ્વજાજીની પુજા વિધિ કરાવી હતી. જયારે શંકરાચાર્યજીના પ્રતિનિધિ તરીકે નારાયણ બ્રહ્મચારીજી મહારાજે મુખ્યમંત્રીને આશીર્વચન આપ્યા હતા. ત્યાર બાદ જગતમંદિર ખાતે મહંત શાંતીલાલે મુખ્યમંત્રીને પુજન-અર્ચન કરાવ્યું હતું.જગતમંદિર ખાતે પુજા વિધિમાં મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર રમેશભાઇ હેરમા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ જયોતિબેન સામાણી, જિલ્લા કલેકટર એમ.એ. પંડયા, આઇ.જી. સંદિપસીંઘ, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
