દેશભરમાં એકમાત્ર સુરતમાં એવું ઝુ, જ્યાં થાય છે જળ બિલાડીનું બ્રીડિંગ
Live TV
-
દેશભરમાં એકમાત્ર સુરતમાં એવું ઝુ છે જ્યાં જળ બિલાડીનું બ્રીડિંગ થાય છે. ત્યારે તાપી નદીમાં પૂર વેળા તણાઇ આવેલી 2 માદા જળ બિલાડીને રેસ્ક્યુ કરી અહી રાખવામાં આવી હતી અને ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગમાંથી લાવવામાં આવેલી એક નર જળબિલાડી પછી અહીં જળબિલાડીઓની સંખ્યા ઘણી વધી છે. 12 વર્ષના જ સમય ગાળામાં તેમની સંખ્યા 3 માંથી 17 થઈ ગઈ છે. દેશના 510 જેટલા પ્રાણી સંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળબીલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝુ પાસે જળબીલાડીઓ માંગવામાં આવી રહી છે. હાલ સુરતમાં જન્મેલી અને ઉછરેલી 4 જળબીલાડીઓ મૈસુર ચંદીગઢ હૈદરાબાદ અને અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવી છે.
