'રાણકી વાવ - રમ્ય રૂપાંતરણ' કલાગ્રંથનું રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે વિમોચન કરાયું
Live TV
-
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત અને કલા પ્રતિષ્ઠાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં 'રાણકી વાવ - રમ્ય રૂપાંતરણ' કલાગ્રંથનું રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે વિમોચન કરાયું હતુ. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાણકી વાવ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વૈભવનું પ્રતીક છે. આ અપ્રતીમ વાવને યનુસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકે જાહેર કરવામાં આવી છે. રાજ્યપાલશ્રીએ કલાગ્રંથ દ્વારા સાંસ્કૃતિક ધરોહરને ચિરંજીવી બનાવવાના સંસ્કાર ભારતી સંસ્થાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ સાંસ્કૃતિક રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી તથા સાહિત્યકાર જોરાવર સિંહ જાદવ અને સંસ્કાર ભારતીના રાજુજી પરમાર અને રમણિકભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
