પુલવામા હુમલાની ઘટના બાદ સુરતના યુવકોમાં સૈન્યમાં જોડાઈને દેશસેવા કરવાનો જુસ્સો પ્રબળ બન્યો
Live TV
-
પુલવામાં ખાતે આતંકી હુમલામાં 42 ભારતીય જવાનો શહીદ થવાની ઘટના બાદ પણ સુરતના કેટલાક યુવકોનો સૈન્યમાં જોડાવાનો જુસ્સો ઓછો થયો નથી. એટલે જ તો સુરતના યુવાનો ભારતીય સૈન્યમાં સ્થાન પામવા રોજ સવારે કસરત કરી શરીરને ચુસ્ત દુરસ્ત બનાવી રહ્યા છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના યુવકોમાં સૈન્યમાં જોડાવાનું વલણ ઓછું જોવા મળે છે. મોટાભાગના યુવકો અભ્યાસ બાદ સરકારી કે ખાનગી કંપનીમાં નોકરી પસંદ કરી લેતા હોય છે. તો કોઈ પોતાનો બિઝનેસ ચાલુ કરતા જોવા મળે છે પરંતુ પુલવામા હુમલાની ઘટના બાદ સુરતના યુવકોમાં સૈન્યમાં જોડાઈને દેશસેવા કરવાનો જુસ્સો પ્રબળ બન્યો છે. કેટલાક કોલેજીયન યુવકો હાલ વહેલી સવારે ઊઠી મિલિટરીમાં લેવાતી શારીરિક પરીક્ષામાં પાસ થવા ટ્રેનિંગ લેતા જોવા મળી રહ્યા છે.
