દ્વારકાના ખંભાળિયામાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત
Live TV
-
દ્વારકાના ખંભાળિયામાં મુખ્ય બજારમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં ત્રણ લોકો કાટમાળ હેઠળ દટાઈ જતાં મૃત્યુ પામ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મંગળવારે ગગવાણી ફળી વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાઈ થયું હતું. આ બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે, કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સાત લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મેન બજાર પાસે ગગવાણી ફળી વિસ્તારમાં આવેલ અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારીયાનુ મકાનની ત્રણ માળાની છત ધરાસાઈ થતાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ ગંભીર ઘટના ગઈ કાલ સાંજે છ વાગ્યાની આસપાસ બનતા સમગ્ર ખંભાળિયા પંથકમાં અરેરાટી મચી હતી.. આ ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા. અન્ય સાત જેટલા લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. તમામ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ SDM, મામલતદાર ,ચીફ ઓફિસર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા..
