Skip to main content
Settings Settings for Dark

દ્વારકા જગત મંદિર પર તાંબાની 3 નવી રીંગ બેસાડી લાઈટનિંગ એરેસ્ટર ફીટ કરાયા

Live TV

X
  • ગત મંગળવારના રોજ દ્વારકા જગત મંદિરની ધ્વજા દંડ પર વીજળી પડી હતી. જે બાદ ધ્વજા આરોહરણ મંદિર પર અડધી કાઠીએ થતું હતું. ત્યારે ભારતીય પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિ એવી ગૂગળી જ્ઞાતિ સમસ્ત 505 દ્વારા જગત મંદિરના ધ્વજા દંડ પર થયેલ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. આશરે 15 જેટલા અનુભવી કારીગરો દ્વારા 7 મંજલા જગત મંદિરના શિખર પર રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ધ્વજા શિખર પાસેની પાટલી અને સ્તંભ પર 3 નવી તાંબાની રીંગ બેસાડી લાઈટનિંગ એરેસ્ટર ફીટ કરવામાં આવ્યા છે. આ લાઈટિંગ અરેસ્ટર વીજળી સામે બચાવ કરી શકે છે. આ એરેસ્ટર લગાવ્યા બાદ આજ સવારે એટલે કે રવિવારની પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply