મોરબીમાં કોમર્શિયલ બિલ્ડીંગોને ફાયર એનઓસી આપવા ખાસ કેમ્પનું કરાયું આયોજન
Live TV
-
મોરબીમાં વિવિધ કોમર્શીયલ બિલ્ડીંગ, હોસ્પિટલ તેમજ શાળા-કોલેજોને ફાયર એનઓસી આપવા માટે આજે નગરપાલિકા કચેરી ખાતે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગના રીજનલ ઓફિસર જયેશ ખડિયા દ્વારા હૉસ્પિટલ અને શાળા-કોલેજોની ફાયર એનઓસી માટેની ફાઈલો ચેક કરવામાં આવી હતી.
આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, હાલમાં તમામની ફાઈલો ચેક કરવામાં આવશે અને હળવદની ચાર શૈક્ષણિક સંસ્થાઓને ફાયર એનઓસી માટે મંજુરી આપવામાં આવશે. શાળા-કોલેજોના આગેવાનો અને હોસ્પિટલના ડોક્ટર અગ્રણીઓ સાથે બેઠક કરવામાં આવશે અને ફાયર એનઓસી માટે ફાઈલો તૈયાર કરવામાં અવાશે.
