મુખ્યમંત્રીએ ઊંઝા APMC દ્વારા આયોજિત પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં આપી વર્ચ્યુઅલ હાજરી
Live TV
-
આજે મહેસાણામાં જિલ્લામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ દ્વારા પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વર્ચુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 33 ગામના આશરે 2,289 લાભાર્થીઓને રૂ.86.97 લાખની સહાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર એ સરકાર,સહકાર અને નાગરિકોનો સમન્વય છે. ખેડૂતોના કલ્યાણ માટે સહકારીતા થકી સહકારી સંસ્થાઓ કાર્ય કરે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઊંઝા બજાર સમિતિ દ્વારા પાક સહાય ચેક આપી ખેડૂતો પ્રતિ ચિંતા વ્યક્ત કરી છે તે સરાહનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઊંઝા તાલુકામાંથી જીરૂ-વરીયાળી અને ઇસબગુલ જેવા પાકો લુપ્ત થતા જઈ રહ્યા છે. ખેડૂતો જીરૂ અને ઇસબગુલ પાકોનું વાવેતર કરતા પ્રેરાય તે માટે જ એ.પી.એમ.સી ઊંઝા દ્વારા એક એકરની મર્યાદામાં રૂપિયા 4800 ની સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે.
