ધરમપુર ખાતે કોંગ્રેસએ કાઢી પાણી માટે રેલી
Live TV
-
મામલતદાર કચેરી ખાતે માટલા ફોડી કર્યો વિરોધ.
ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણી ભારે તંગી હોવાર્થી અંતરિયાળ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ચોમાસામાં અહીં પૂરતો વરસાદ પડે છે. પરંતુ અહીં ઉનાળામાં પાણી તંગી વર્તાય છે. લોકો 4 કિમિ દૂર સુધી પાણી માટે જવું પડે છે. અત્યાર સુધી પાણીને લઇ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સરકાર દ્વારા પાણીની યોજનાઓ નિષ્ફળ નીવડી છે. લોકોને પૂરતું પાણી મળી નથી રહ્યું અને તેવી લોકોની માંગ સાથે કોંગ્રસે માટલા ફોડ રેલીનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોંગ્રેસ પ્રમુખ સહીતના આગેવાનોએ ધરમપુરના પરંતુ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. લોકોની એકજ માંગ છે, કુવા અને હેંડપંપ જે લોકો માટે અંતરિયાળ વિસ્તારમાં જીવા દોરી સમાન સાબિત થયા છે. જેથી હેંડપંપ કરવા, કુવા નવા કરવા અને જે જુના છે તેને રિચાર્જ કરવાની માંગ સાથે રેલી કઢાઈ હતી. જોકે સરકારી અધિકારીઓનું કેહવું છે કે સરકાર દ્વારા પાણી અંતરિયાળ વિસ્તાર પહોચે છે. જેવી જેવી માંગો આવે છે ત્યાં પાણી પોંહચાડીયે છે અને એક વર્ષમાં અસ્તોલ પાણીની યોજના પણ શરુ થઈ જશે. જેથી હવે ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારમાં પાણી તકલીફ આવનારા દિવસોમાં નહિ થાય, તેવી લોકોને બાંહેધરી પણ આપી હતી.