ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરઃ result.gseb.org પર જુઓ પરિણામ
Live TV
-
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષ 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. કોરોનાની મહામારીને લઇને વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું છે. રાજયમાં 4,00,127 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35,288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 1,29,781, C2 ગ્રેડમાં 1,08,299, D2 ગ્રેડમાં 28,690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડમાં 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહત્ત્વનું છે કે, ધોરણ 10ના પરિણામના 50 %, 11માના પરિણામના 25 % અને ધોરણ 12માં એકમ કસોટીના 25% માર્કને ગણીને પરિણામ બનાવવામાં આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવ્યું છે.
