શિક્ષણ મંત્રીના હસ્તે એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજીસ નામની કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનાં ક્લારાની ગામે શુક્રવારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજીસ નામની કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનાં ક્લારાની ગામે શુક્રવારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજીસ નામની કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજ ચંદ્રમૌલી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે. લોકાર્પણ કાર્યક્રમમાં ચંદ્રમૌલિ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ અને ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત ભાજપના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે આદિવાસી સંસ્કૃતિની ઝાંકી કરાવતું આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું . રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનુ નિવેદન આપતા જણાવ્યુ હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબક્કાવાર શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કોલેજ બાદ ધોરણ 11 ,12 અને તે પછી ધોરણ 9 અને 10 ના વર્ગો 50% હાજરી સાથે શરૂ કરવામાં આવ્યા છે. બાળકના હીતોને ધ્યાનમાં રાખીને તે પછીના વર્ગો શરૂ કરવા કોર કમીટી નક્કી કરશે. પાઠ્યપુસ્તકોની અછતને મુદ્દે તેમણે જણાવ્યુ હતું કે, કોરોનાની અસર તમામ કામો ઉપર પડી છે . એક અઠવાડિયામાં તમામ ધોરણના પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા કરી દેવાશે.
