રાજયના 8 મહાનગરોમાં આજથી રાત્રિ કરફ્યૂનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધી રહેશે
Live TV
-
રાજ્ય સરકાર આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂમાં એક કલાકની છૂટ આપવા સહિતના લીધેલા મહત્વના નિર્ણયો આજથી અમલમાં આવશે.
રાજ્ય સરકાર આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂમાં એક કલાકની છૂટ આપવા સહિતના લીધેલા મહત્વના નિર્ણયો આજથી અમલમાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં યોજાયેલી કોર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા હતા. આ નિર્ણય મુજબ રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો અમલ આજે 31મી જુલાઈથી રાતના 10 ના બદલે હવે રાતના 11થી સવારના છ વાગ્યા સુધીનો રહેશે. એવી જ રીતે આઠ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યમાં હાલ ખુલ્લી જગ્યામાં યોજાતા જાહેર સમારંભમાં 200 વ્યક્તઓને છૂટ આપવામાં આવી હતી. આ મહત્તમ મર્યાદા 200થી વધારીને 400 કરાઈ છે. એવી જ રીતે કાર્યક્રમનું આયોજન બંધ હોલમાં કરવામાં આવ્યું હોય તો બેઠક ક્ષમતામાં 50 ટકા મહત્તમ 400 વ્યક્તિઓને મંજૂરી અપાશે. રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવતી વખતે વધુમાં વધુ ચાર ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી અપાશે.
