સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આજે પોલીસ લોક દરબારનું આયોજન કરાયું
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરી, ગુન્હાખોરી, અસમાજિક પ્રવૃત્તિનો ભોગ બનતા લોકોને મદદરૂપ થવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આજે સવારે 10 થી 2 દરમિયાન પોલીસ કોમ્યુનિટી હોલ સુરેન્દ્રનગર ખાતે પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અરજદારોને પોતાની ફરિયાદ સંદર્ભે આધાર પુરાવા સાથે આ લોક દરબારમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકદરબારમાં જિલ્લા પોલીસ વડા ઉપરાંત ત્રણેય ડિવિઝનના નાયબ પોલીસ વડા, એલસીબી પી.આઈ., દરેક પોલીસ સ્ટેશનના પીએસઆઈ વગેરે અધિકારીઓએ આ લોકદરબારમાં ઉપસ્થિત રહી અરજદારોને સાંભળી તેમની ફરિયાદોનો સ્થળ પર નિકાલ કરવાનો સરાહનીય પ્રયત્ન કર્યો હતો.
