Skip to main content
Settings Settings for Dark

ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો અને પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર

Live TV

X
  • કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં હવે હેતુલક્ષી પ્રશ્નોનુ પ્રમાણ વધારવામાં આવ્યુ છે.

    કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં હવે હેતુલક્ષી પ્રશ્નોનુ પ્રમાણ વધારવામાં આવ્યુ છે.

    ધોરણ 9, 10, 11, અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કરેલ છે જે આ પહેલાં 20 ટકા હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50 ટકા બહુ વિકલ્પ પ્રશ્નો અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યુ છે. ધો.9 થી 12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવ્યા છે. નવા માળખા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ જિલ્લા શિક્ષણાધિકારી મારફતે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મોકલી આપવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply