સુરતઃ મનપા દ્વારા આજે કોરોના રસીકરણ પ્રક્રિયાનો ડ્રાય રનનુ આયોજન
Live TV
-
સુરત મહા નગરપાલિકા દ્વારા આજે સવારે 10થી 12 વાગ્યા સુધીમાં કોરોના રસીકરણની પ્રક્રિયાના ટ્રાયલનુ આયોજન કરાયુ છે. આરોગ્યકેન્દ્ર, પ્રાઈવેટ હોસ્પિટલ અને એક શાળા આમ ત્રણ જગ્યાએ આ ડ્રાય રનનુ આયોજન કરાયુ છે.
સુરત મહા નગરપાલિકા દ્વારા આજે સવારે 10થી 12 વાગ્યા સુધીમાં કોરોના રસીકરણની પ્રક્રિયાના ટ્રાયલનુ આયોજન કરાયુ છે. આરોગ્યકેન્દ્ર, પ્રાઈવેટ હોસ્પિટલ અને એક શાળા આમ ત્રણ જગ્યાએ આ ડ્રાય રનનુ આયોજન કરાયુ છે. સુરત શહેરમાં 24 સ્થાનો પર કરોના રસીકરણ માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે આ ત્રણ જગ્યાઓ પર રસીકરણની પ્રક્રિયાનુ ટ્રાયલ આયોજન કરાયુ છે.
આ ડ્રાયરનમાં રસીના સ્ટોરેજથી લઈને લોકોને રસી આપવા સુધીના તમામ સ્ટેજનુ ટેસ્ટિંગ કરવામાં આવશે. જેથી જ્યારે રસીકરણ અભિયાન શરુ થાય ત્યારે કયા પ્રશ્નો મુશ્કેલીઓ આવે છે તેની જાણકારી મળશે. રસીકરણનુ સમગ્ર અભિયાન ઓનલાઈન હોવાથી આ ડ્રાય રનમાં કોવિન એપ્લિકેશનનુ પણ ટેસ્ટિંગ કરાશે જેમાં રસી લેનારને મોબાઈલમાં મેસેજ મોકલવાથી લઈને રસી આપવા સુધીની બધી પ્રક્રિયા કરવામાં આવશે.
રસી આપ્યા બાદ જો કોઈ વ્યક્તિને રિએક્શન આવે તો તેને રિકવરી રુમમાં બેસાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સાથે આ રસીકરણની ટીમમાં આરોગ્ય કર્મચારીઓ, બે વેક્સિનેટર, રજીસ્ટ્રેશન માટે શિક્ષકો, રસી લેવા આવેલ લોકોની વ્યવસ્થા માટે માર્શલ-સિક્યુરિટી ગાર્ડ, સર્વેલન્સ વર્કર વેગેર કર્મચારીઓ રહેશે.
