Skip to main content
Settings Settings for Dark

મહિસાગરઃ લુણાવાડાના મામલતદારનુ માર્ગ અકસ્માતમાં મોત

Live TV

X
  • લુણાવાડાના મામલતદાર તરીકે યુવાન વયના રાકેશ તેરસિંઘ ડામોરે થોડા દિવસ પહેલાં જ ચાર્જ સંભાળ્યો હતો. ગત રાત્રીએ મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન લુણાવાડા તાલુકાના ખલાસપુર પાસે લક્ઝરી બસ સાથે તેમની ગાડીનો અકસ્માત થયો હતો.

    લુણાવાડાના મામલતદાર તરીકે યુવાન વયના રાકેશ તેરસિંઘ ડામોરે થોડા દિવસ પહેલાં જ ચાર્જ સંભાળ્યો હતો. ગત રાત્રીએ મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન લુણાવાડા તાલુકાના ખલાસપુર પાસે લક્ઝરી બસ સાથે તેમની ગાડીનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગાડીના ડ્રાયવર અને મામલતદારનુ મોત નિપજ્યુ હતુ.

    રાકેશ તેરસિંઘ ડામોરે થોડા દિવસ પહેલાં જ મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને પોતાના ઝડપી કામોના કારણે લુણાવાડા તાલુકામાં લોકપ્રિય બન્યા હતા. પોતાના કામને લઈને જ મામલતદાર રાકેશ ડામોર રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં નિકળ્યા હતા. જ્યાં ખલાસપુર પાસે લુણાવાડા તરફ આવી રહેલ એક લક્ઝરી બસ સાથે મામલતદારની ગાડીનો અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં મામલતદાર અને તેમના ડ્રાયવર વિરાજ પગીનુ મોત નિપજ્યુ હતુ. અકસ્માતના દુઃખદ સમાચારથી મહિસાગર જિલ્લામાં અને વહીવટી તંત્રમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply