રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 734 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના 734 કેસ નોંધાયા છે. તો નવા 907 દર્દીઓ સાજા થયા છે.
નવા દર્દીઓ સાજા થવાની સાથે રાજ્યમાં રિકવરી રેટ 94.32 ટકા થયો છે. રાજ્યના ચાર અલગ અલગ જિલ્લાઓ દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદ ખાતે શનિવારે કોવિડ-19 વેક્સિન માટે ડ્રાય રન યોજાશે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 9663 છે, જેમાંથી 64 વેન્ટિલેટર પર અને 9599 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં નવા કોરોનાના 3 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4309 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,31,800 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આજે અમદાવાદ જિલ્લામાં નવા 158 કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં નવા 122 કેસ અને વડોદરા જિલ્લામાં નવા 124 કેસ નોંધાયા છે.
