ધો.12 સાયન્સનું પરિણામ થયું જાહેર, વિદ્યાર્થીઓ સીધું પરિણામ નહીં જોઈ શકે
Live TV
-
રાજ્યમાં કોરોનાને કારણે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. કુલ 1 લાખ, 7 હજાર 264 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.
વિદ્યાર્થીઓનું પરિણામ હાલ સ્કૂલો જ પોતાના ઇન્ડેક્સ નંબરના આધારે ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ સીધું પોતાનું પરિણામ જોઈ શકશે નહીં, પરંતુ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવા માટે શિક્ષણ બોર્ડ અલગથી સૂચના આપશે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે.
જેમાં 3 હજાર , 245 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર, 284 વિદ્યાર્થીએ A-2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્કસ મેળવ્યા છે. જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્કસ મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો છે. પરિણામ અંગે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદના તેજસ્વી વિદ્યાર્થીઓએ આગળના અભ્યાસ માટે , મેડિકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
