Skip to main content
Settings Settings for Dark

ધો.9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે 'નમો લક્ષ્મી યોજના' અમલમાં મૂકાઈ

Live TV

X
  • આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુંઃ ઋષિકેશ પટેલ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે; રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સહાયરૂપ થવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં 'નમો લક્ષ્મી યોજના' જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક સત્રથી જ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

    ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે;  "ધો.9થી 12માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવે  તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ 'નમો લક્ષ્મી યોજના' અમલમાં મૂકી છે." "આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં મોટાભાગે ધો.10 અને 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે."

    તેમણે વધુમાં ઉમેર્યુ કે; "નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધો.9 અને ધો.11ની વિદ્યાર્થીનીઓનું પણ રજિસ્ટ્રેશન વધશે. રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની રુચીમાં વધારો થાય તે હેતુસર ધો.11 અને ધો.12  વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 'નમો સરસ્વતી યોજના' અમલ કરાઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 25000ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply