નડીયાદમાં આવેલા ભીડભંજન હનુમાન દાદાને સ્ટેશનરી કરાયો શણગાર
Live TV
-
નડીયાદમાં આવેલા 140 વર્ષ જુના ભીડભંજન હનુમાન દાદાને સ્ટેશનરી કરાયો શણગાર. નડીયાદનાં નવા બસ સ્ટેન્ડ પાસે ભીડભંજન હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ મંદિર 140 વર્ષ જુનું છે.
નડીયાદમાં આવેલા આ ભીડભંજન હનુમાન મંદિરમાં હનુમાન દાદાને દર શનિવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે.
આજે હનુમાન દાદાને સ્ટેશનરીનો શણગાર કરવામાં આવ્યો હતો. ગર્ભ ગૃહને સ્ટેશનરીથી શણગારવામાં આવ્યું હતું. દાદા ભણવા બેઠા હોય તે પ્રકારનો સણગાર કરવામાં આવ્યો હતો.
દાદાને પેન્સિલ, ફૂટપટ્ટી, રબર, પેન નોટબૂક, ચોપડા, પેન્સિલ, કલર, લંચ બોક્સ, કંપાસ પૂઠ્ઠાના રોલ જેવી અલગ અલગ પ્રકારની સ્ટેશનરી દાદાને મૂકવામાં આવી હતી.
મંદિરે આવતા નાના બાળકોને રવિવારે પ્રસાદીમાં પેન્સિલ આપવામાં આવશે. અતિશય ગરમીના કારણે દાદાને ગરમી ના લાગે તે માટે કુલર પણ મૂકવામાં આવ્યું છે.
મહત્વનું છે કે શાળાઓ ખુલી ગઈ છે અને બાળકો હવે લાંબુ વેકેશન ભોગવીને શાળાએ જતા થયા છે. બાળકોને વેકેશન પછી ભણવામાં કંટાળો ના આવે અને બાળકો એ જુવે કે ભગવાન પણ ભણવા બેઠા છે. ભગવાન ભણે તો આપણે પણ ભણવું પડશે તેવા ઉદ્દેશ્ય સાથે આ સણગાર કરાયો જેથી બાળકોને ભણવાની પ્રેરણા મળે.
