સ્વિટ્ઝર્લેન્ડમાં આયોજિત યુક્રેન શાંતિ પરિષદમાં ભાગ લેનાર ભારત એકમાત્ર દક્ષિણ એશિયાઈ દેશ
Live TV
-
સ્વિટઝરલેંડના લ્યુસન શેહર નજીક બુર્ગેનસ્ટોક રીસોર્ટ ખાતે આ અઠવાડીયાના અંતમાં યોજાઇ રહેલ યુક્રેન શાંતિ શિખર સંમેલનમાં ભારત ભાગ લઇ રહ્યુ છે.આયોજકો દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે ભારત એક માત્ર દક્ષીણ એશીયાઇ દેશ છે જે સંમેલનમાં ભાગ લઇ રહ્યો છે.90 થી વધારે દેશોએ સમંલેનમાં પોતાની ભાગીદારીની પુષ્ટી કરી છે.જે પૈકીના અડધા દેશ યુરોપના છે.સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા સંગઠનો આ સમેલનમાં સામેલ થશે.રશિયને શાંતિ શિખર સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યુ નથી જ્યારે ચીન અને પાકિસ્તાન પોતાની મરજીથી સંમેલનમાં ભાગ નથી લઇ રહ્યા.ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) પવન કપૂર કરશે.
આણંત્રણનો અસ્વિકાર કરતાં ચીને કહ્યુ કે રશિયા શાંતિ શિખર સંમેલનમાં ભાગ નથી લઇ રહ્યુ ત્યારે બેઠકમાં યુક્રેનની એક તરફી ઉપસ્થિતિ નિરર્થક રહેશે.બીજીગે કહ્યુ કે શાંતિ શિખર સંમેલન યુક્રેનના રાષ્ટ્રપતિ વાલ્દિમોર જેલેન્સકીના શાંતિ સુત્રને સમર્થન આપવાનું મંચ છે.
બ્રીટનના પ્રધાનમંત્રી ઋષી સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુલ મૈક્રો, જર્મન ચાંસલર ઓલાફ સ્કોલ્જ,અમેરીકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસ, જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો સમંલનમાં હાજર રહેશે.આ સમિટનો હેતુ યુક્રેનમાં શાંતિનો માર્ગ મોકળો કરવાનો છે.
