નર્મદા જિલ્લામાં કર્મયોગી પ્રશિક્ષણ તાલીમ યોજાઈ
Live TV
-
નર્મદા જિલ્લાના નાંદોદ મામલતદાર કચેરી ખાતે તા. 18થી 20 ઓગસ્ટ દરમિયાન વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ માટે ત્રિદિવસીય કર્મયોગી પ્રશિક્ષણ તાલીમ યોજાઈ હતી.
તાલીમમાં કર્મચારીઓને નાગરિક કેન્દ્રિત, સંવેદનશીલ અને ગુણવત્તાસભર સેવા પૂરી પાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કર્મચારીઓની કાર્યક્ષમતા, પારદર્શિતા, જવાબદારી અને સેવા ભાવના વધારવા માટે વ્યક્તિત્વ વિકાસ, અસરકારક સંવાદ, સમયમર્યાદામાં કામગીરી, ટીમભાવના અને પારદર્શક વહીવટ જેવા વિષયો પર તાલીમ અપાઈ હતી.માસ્ટર ટ્રેનર્સ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા, પ્રશ્નોત્તરી અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા કર્મચારીઓને કાર્યસ્થળે અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
