સાગબારામાં 600થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન
Live TV
-
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સાગબારાની શ્રી નવરચના હાઈસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછીના અભ્યાસક્રમો, સરકારી નોકરીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પ્રાઈડ કેરિયર એકેડેમી, સુરતના જગદીશભાઈ બરવાળીયાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ અંગે માહિતી આપી હતી.
સેમિનારમાં નવરચના હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સરકારી સેવામાં કાર્યરત અધિકારીઓએ પોતાની સફળતાની સફર અને તૈયારીના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા. આ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હતો અને ભવિષ્યમાં કારકિર્દી અંગે યોગ્ય દિશા પસંદ કરવામાં મદદ મળી હતી.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘આકાંક્ષી નર્મદા’ અંતર્ગત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
