નર્મદા જિલ્લામાં મંત્રી બચુભાઇ ખાબડે ગુણોત્સવનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
ગ્રામ્ય વિસ્તારના બાળકો અંગ્રેજીમાં તેમજ ગુજરાતીમાં કવિતાઓ કંઠસ્ટ બોલતા જોઈ મંત્રી થયા પ્રભાવિત
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં વીર સુખદેવ પ્રાથમિક શાળાના ગુણોત્સવમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ હાજર રહ્યા હતા. ત્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકો અંગ્રેજીમાં, તેમજ ગુજરાતીમાં કવિતાઓ કંઠસ્ટ બોલતા જોઈ પ્રભાવિત થયા હતા. રાજય સરકાર દ્રારા દ્વિદિવસીય શરૂ થયેલા રાજ્યવ્યાપી ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં ૭૪૬ જેટલી પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા આઠમાં ગુણોત્સવ કાર્યક્રમનાં ભાગરૂપે રાજ્યકક્ષાનામંત્રી બચુભાઈ ખાબડ ગરુડેશ્વર તાલુકાનાં કેવડિયા કોલોની વીર
સુખદેવ ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુકી તેનો પ્રારંભ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે કરાવ્યો હતો.ગુણોત્સવ કાર્યક્રમનાં પ્રારંભે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને યોગ નિદર્શન રજૂ થયા બાદ ગુણોત્સવ કાર્યક્રમનાં મુખ્ય મહેમાનપદે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે શાળામાં અભ્યાસ કરતા ધોરણ- ૨ થી ૮ ના વિદ્યાર્થીઓની વાંચન, લેખન અને ગણનની પ્રવૃત્તિ કરાવીને પ્રત્યેક વિદ્યાર્થીનું મુલ્યાંકન કર્યું હતું. તેમજ ધો- ૬ થી ૮ માં બીજા સત્રના અભ્યાસક્રમમાંથી OMR પધ્ધતિથી ૧૦૦ ગુણની જનરલ કસોટી લેવાઇ હતી. તદ્ઉપરાંત શાળામાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની ભૌતિક સુવિધાઓની પણ ચકાસણી કરીને મૂલ્યાંકન કર્યું હતું. ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપમાં સીધો સંવાદ કર્યો હતો. ત્યારે સ્કૂલના બાળકો સરકારી શાળામાં ભણીને પણ અંગ્રેજી બોલે છે ,તેમજ ગુજરાતી ભાષાની કવિતાઓ તેઓ કંટષ્ઠ બોલતા જોઈ મંત્રી પણ પ્રભાવિત થાય છે .